GCAS Admission 2026-27: ગુજરાત કોલેજ એડમિશન ફોર્મ કેવી રીતે ભરવું? (Step-by-Step Guide)

શું તમે ધોરણ ૧૨ પાસ કરી લીધું છે અને ગુજરાતની ટોચની કોલેજોમાં એડમિશન લેવા માંગો છો? તો તમારા માટે GCAS (Gujarat Common Admission Services) પોર્ટલ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં સ્નાતક (Undergraduate) કક્ષાના વિવિધ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકારે પ્રક્રિયાને સાવ સરળ બનાવી દીધી છે. હવે તમારે અલગ-અલગ કોલેજોના ફોર્મ ભરવાની જરૂર નથી, માત્ર એક જ પોર્ટલ પરથી તમે રાજ્યની કોલેજોમાં એપ્લાય કરી શકો છો.આ આર્ટિકલમાં અમે તમને GCAS રજિસ્ટ્રેશન પ્રક્રિયા, જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફી અને કોલેજ પસંદગીની સંપૂર્ણ માહિતી સ્ટેપ-બાય-સ્ટેપ આપીશું.

GCAS પોર્ટલ શું છે?

GCAS એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક કોમન એડમિશન પ્લેટફોર્મ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓ, સરકારી કોલેજો, ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજો, સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો અને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ માત્ર GCAS પોર્ટલ પર એક જ અરજી કરવાની રહે છે.

GCAS ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો (Documents Required)


ઓનલાઈન ફોર્મ ભરવા બેસતા પહેલાં નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જરૂરી છે, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ અડચણ ન આવે:

  • માર્કશીટ: ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની માર્કશીટ (તમામ પ્રયત્નો).
  • L.C.: શાળા છોડ્યાનું પ્રમાણપત્ર.
  • APAAR ID / ABC ID: ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ માટે આ આઈડી હોવું ફરજિયાત છે.
  • જાતિનો દાખલો (Caste Certificate): SC/ST/SEBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે.
  • નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ: માત્ર SEBC (OBC) ના વિદ્યાર્થીઓ માટે, જેની તારીખ ૦૧/૦૪/૨૦૨૩ પછીની હોવી જોઈએ.
  • EWS અને દિવ્યાંગતા પ્રમાણપત્ર: જો લાગુ પડતું હોય તો.
  • ફોટો અને સહી: વિદ્યાર્થીનો તાજેતરનો ફોટો (મહત્તમ 5 MB) અને સહી (મહત્તમ 2 MB) માત્ર JPG/JPEG ફોર્મેટમાં.

GCAS ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? (Step-by-Step Process)

GCAS પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર પરથી જાતે, અથવા નજીકના ફ્રી ફોર્મ ફીલિંગ સેન્ટર (હેલ્પ સેન્ટર) પર જઈને આ પ્રક્રિયા કરી શકો છો.

સ્ટેપ ૧: Quick Registration (ક્વિક રજિસ્ટ્રેશન)

સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://GCAS.gujgov.edu.in/ પર જાવ. ત્યાં "Admission (for new Student)" પર ક્લિક કરો. તેમાં નીચે મુજબની વિગતો ભરો:

  • Program Type: તમે જે કોર્સ (BA, B.Com, B.Sc વગેરે) માં એડમિશન લેવા માંગતા હોવ તે પસંદ કરો.
  • નામ: માર્કશીટ મુજબ જ નામ લખવું.
  • કેટેગરી અને જાતિ: તમારી કેટેગરી (General/SC/ST/SEBC/EWS) પસંદ કરો.
  • મોબાઈલ નંબર અને ઈ-મેઈલ: આ બંને એક્ટિવ હોવા જોઈએ કારણ કે તેના પર OTP આવશે.

સ્ટેપ ૨: લોગ-ઈન અને ફી પેમેન્ટ (Registration Fee)

રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમને મળેલા User Name અને Password થી લોગ-ઈન કરો. લોગ-ઈન કરતા જ તમને ફી ભરવાનું પોપ-અપ દેખાશે.

  • ફી ની વિગત: જનરલ (બિનઅનામત) અને SEBC કેટેગરી માટે ₹૩૦૦/- ફી છે.

  • અનામત વર્ગ માટે: SC, ST, EWS અને દિવ્યાંગ (PwBD) માટે ₹૧૫૦/- ફી રાખવામાં આવી છે.
  • નોંધ: આ ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની છે અને તે રિફંડેબલ (પરત મળવાપાત્ર) નથી. ફી ભર્યા બાદ કેટેગરી બદલી શકાશે નહીં.

સ્ટેપ ૩: શૈક્ષણિક વિગતો (Academic Details)

જો તમે ગુજરાત બોર્ડ (GS&HSEB) માંથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ થી ૨૦૨૬-૨૭ વચ્ચે પ્રથમ પ્રયત્ને ધોરણ ૧૨ પાસ કર્યું હશે, તો તમારો ડેટા સિસ્ટમમાં ઓટો-ફેચ (Auto-fetch) થઈ જશે. જો તમે અન્ય બોર્ડમાંથી કે એક કરતા વધુ પ્રયત્ને પાસ થયા છો, તો તમારે માર્ક્સ મેન્યુઅલી (જાતે) ભરવાના રહેશે.

સ્ટેપ ૪: કોલેજ પસંદગી (College Preferences)

આ સૌથી મહત્વનું સ્ટેપ છે. તમે કઈ કોલેજમાં ભણવા માંગો છો તે અહીં પસંદ કરવાનું છે:

  • અહીં તમે યુનિવર્સિટી, પ્રોગ્રામ, જિલ્લો અને કોલેજનો પ્રકાર (સરકારી, ખાનગી, ગ્રાન્ટ-ઇન-એઇડ) ફિલ્ટર કરી શકો છો.

  • તમે એક જ અરજી દ્વારા એક કરતાં વધુ યુનિવર્સિટી અને કોલેજ પસંદ કરી શકો છો.
  • જો તમે કોઈ કોલેજને ઉપર કે નીચે ગોઠવવા માંગતા હોવ, તો 'Drag' ઓપ્શનની મદદથી તમે અગ્રતાક્રમ (Preference No.) સેટ કરી શકો છો.

એડમિશન કન્ફર્મેશન અને "Consent" (સંમતિ) નો મહત્વનો નિયમ

એકવાર તમારું ફોર્મ ભરાઈ જાય પછી નિર્ધારિત તારીખે મેરીટ મુજબ કોલેજો દ્વારા એડમિશન ઓફર આપવામાં આવશે. જ્યારે તમને એડમિશન મળે, ત્યારે તમારે પોર્ટલ પર લોગ-ઈન કરી 'CONFIRM OFFER' પર ક્લિક કરવાનું રહેશે.

ખાસ ધ્યાન આપો (Upgrade Rule): જો તમને અગ્રતાક્રમ ૩ (Preference 3) ની કોલેજ મળી હોય, પણ તમે આગળના રાઉન્ડમાં અગ્રતાક્રમ ૧ કે ૨ ની કોલેજ મેળવવા માંગતા હોવ, તો તમારે 'Want to Participate in Next Round if Upgrade?' ના ચેકબોક્સ પર ટીક કરી "Consent" (સંમતિ) આપવી ફરજિયાત છે. જો તમે સંમતિ નહીં આપો, તો સિસ્ટમ તમારી પસંદગીને લોક (Freeze) કરી દેશે અને આગળના રાઉન્ડમાં તમને ઉપરની કોલેજમાં પ્રવેશ મળશે નહીં.

મૂંઝવણ હોય તો શું કરવું? (AI Agent ની સુવિધા)

GCAS પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ માટે 'AI એજન્ટ' ની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો તમને કોલેજની માહિતી, કટ-ઓફ કે ફોર્મ ભરવામાં કોઈ તકલીફ પડે તો તમે +૯૧-૭૯૬૯૭૯૯૬૮૦ પર કોલ કરી શકો છો.

અંતિમ નોંધ

ફોર્મ સબમિટ કરતા પહેલા "Declaration" બરાબર વાંચી લેવું અને ત્યાર બાદ જ 'Final Submission' પર ક્લિક કરવું. એકવાર ફોર્મ સબમિટ થયા પછી તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. અંતે, તમારી એપ્લિકેશનની PDF ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લેવી.

વાપી અને આસપાસના વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધ: GCAS ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ ભૂલ ન થાય અને તમારું એડમિશન સચોટ રીતે કન્ફર્મ થઈ શકે તે માટે વાપી અને તેની આસપાસના વિદ્યાર્થીઓ પટેલ ઈ-સેવા કેન્દ્ર (Patel E-Seva Kendra) નો સંપર્ક કરી શકે છે. અમારે ત્યાં ફોર્મ ભરવાની સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે.

📞 સંપર્ક: 9427887886


Post a Comment

Previous Post Next Post